કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મિલેટ મહોત્સવ કાર્યક્રમ યોજાશ.
પોરબંદર, 20 માર્ચ (હિ.સ.) ખેડૂતોને પ્રોત્સાહન અને નાગરિકોમાં સ્વસ્થ આહાર અંગે જાગૃતિ લાવવા હેતુથી પોરબંદર શહેરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે .21 અને ૨૨ માર્ચ, 2026 દરમિયાન ‘મિલેટ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ પોરબંદર મહાનગરપાલિકા અ
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મિલેટ મહોત્સવ કાર્યક્રમ યોજાશ.


પોરબંદર, 20 માર્ચ (હિ.સ.) ખેડૂતોને પ્રોત્સાહન અને નાગરિકોમાં સ્વસ્થ આહાર અંગે જાગૃતિ લાવવા હેતુથી પોરબંદર શહેરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે .21 અને ૨૨ માર્ચ, 2026 દરમિયાન ‘મિલેટ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ પોરબંદર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલેટ ડેવલપમેન્ટ યોજના હેઠળ યોજાઈ રહ્યો છે..21માર્ચે સવારે 10:00 કલાકે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહોત્સવનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે.

મહોત્સવ દરમિયાન જિલ્લામાં કાર્યરત આઈસીડીએસ, નાબાર્ડ, આત્મા પ્રોજેક્ટ, આયુર્વેદિક શાખા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તેમજ ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા વિવિધ સ્ટોલ્સ મૂકવામાં આવશે. જેમાં મિલેટ્સ આધારિત વાનગીઓ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અને આધુનિક કૃષિ તકનીકો અંગે માહિતી આપવામાં આવશે. ઉપરાંત લાઈવ ફૂડ સ્ટોલ્સ દ્વારા મિલેટમાંથી બનેલી વાનગીઓનો સ્વાદ માણવાની પણ તક મળશે.આ ઉપરાંત મહોત્સવમાં મિલેટ આધારિત ‘રેડી ટુ ઇટ’ ઉત્પાદનો અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના પ્રદર્શન તથા વેચાણની વ્યવસ્થા પણ રહેશે. સમગ્ર કાર્યક્રમ બંને દિવસ સવારે 10:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે.

મહોત્સવને વધુ આકર્ષક બનાવવા તા.21માર્ચે રાત્રે 9:00 કલાકે ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકપ્રિય લોકસાહિત્યકાર રવિ આહીર પોતાની આગવી શૈલીમાં લોકડાયરાની રમઝટ બોલાવશે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદરવાસીઓને આ મિલેટ મહોત્સવમાં ભાગ લઈ તેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande