


પોરબંદર, 20 માર્ચ (હિ.સ.) પોરબંદર સહિત રાજયભરમા કમોસમી વરસાદની આગાહી કરવામા આવી હતી જેને પગલે અનેક સ્થળોએ કરા સાથે વરસાદ પડયો છે. ત્યારે પોરબંદર જીલ્લામા ગુરૂવારે બપોર બાદ એકાએક વાતાવરણમા પલટો આવ્યો હતો અને બરડા પંથકના કેટલાક ગામોમા ભારે પવન સાથે વરસદી છાંટા પડયા હતા હાલ રવિ પાક લણીને તૈયાર થયો છે અને કેટલાક ખેડુતોના ખેતરમા પડયો છે તો હાલ ઉનાળુ વાવેતર પણ કરવામા આવ્યુ છે.
આવી સ્થિતિમા કમોસમી વરસાદ પડતા ખેડુતોની ચિંતામા વધારો થયો છે તો બરડા ડુંગરની આસપસાના ગામોમા આંબાના પણ બગીચા આવેલા છે. કમોસમી વરસાદને પગલે આ વિસ્તારના ખેડુતો પણ મુશ્કેલીમા મુકાયા હતા રાણાવાવના હનુમાગઢમા વરસાદનુ જોરદાર ઝાંપટુ પડયુ હતુ જોકે શુક્રવારે વાતાવરણ સામાન્ય બની જતા ખેડુતોએ હાશકારો અનુભવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya