



પોરબંદર, 20 માર્ચ (હિ.સ.) ભારતીય જનતા યુવા મોરચા પોરબંદર જિલ્લા દ્વારા આયોજિત યુવા ફોર નેચર અંતર્ગત 20-માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિતે કુંડા અને ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક સમયે વિપુલ પ્રમાણમાં, ઘરની ચકલી હવે ઘણી જગ્યાએ એક દુર્લભ દૃશ્ય અને રહસ્ય બની ગઈ છે.આ નાના જીવોને જાગૃત કરવા અને તેની સુરક્ષા માટે દર વર્ષે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. અનેક પડકારો વચ્ચે ચકલીઓને બચાવવા અને તેમને આપણા જીવનમાં પાછા લાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે પોરબંદર જીલ્લા યુવા ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રયાસ કરેલ છે. જે _અંતર્ગત કુંડા અને ચકલી ઘર વિતરણ - કાર્યક્રમ માણેકચોક ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં પોરબંદર જીલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતના તિવારી, પોરબંદર જીલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણ ખોરાવા તથા પોરબંદર જીલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહેલ, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હર્ષ રૂઘાણી, કાર્યક્રમના ઈન્ચાર્જ જીગર પંડિયા, જયલોઢીયા તથા યુવા ભાજપના કિંજન દત્તાણી, મનસુખ,વ્યાસ, આનંદ નાંઢા, દર્શન ભાઈ જોષી, વૈભવ થાનકી, પ્રતિક લાડવા, આને વિસા મારુ, દિપક જુંગી સહિત યુવા ભાજપ ના કાર્યકારો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya