પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મિલેટ મહોત્સવમાં લાભાર્થીઓને પ્રોત્સાહન
પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા દ્વારા “મિલેટ મહોત્સવ” અંતર્ગત કૃષિ આધારિત પરંપરાગત અનાજોના પ્રદર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોમાં મિલેટ (અન્ન
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મિલેટ મહોત્સવમાં લાભાર્થીઓને પ્રોત્સાહન.


પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર શહેરના ચોપાટી ગ્રાઉન્ડ ખાતે મહાનગરપાલિકા દ્વારા “મિલેટ મહોત્સવ” અંતર્ગત કૃષિ આધારિત પરંપરાગત અનાજોના પ્રદર્શન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ લોકોમાં મિલેટ (અન્ન) પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તથા નાના ઉદ્યોગકારો અને સ્વરોજગારી સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહન આપવાનો છે.

આ મહોત્સવમાં વિવિધ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલ લાભાર્થીઓને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે, જેના કારણે અનેક મહિલાઓ અને યુવાનોને પોતાના વ્યવસાયને આગળ વધારવાનો સારો અવસર મળ્યો છે. શહેરના નાગરવાળા વિસ્તારોમાં વસવાટ કરતા લાભાર્થી ભારતીબેન ચામુડીયાએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, “પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અમને મિલેટ મહોત્સવમાં વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યો છે, જે અમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો છે. અહીં અમે સ્થળ પર જ લાઈવ મિલેટ વાનગીઓ બનાવીને વેચાણ કરીએ છીએ, ઘરેથી ઓનલાઈન ઓર્ડર દ્વારા પણ વેચાણ કરીએ છીએ.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “આ મહોત્સવમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતીબેન દ્વારા મહોત્સવમાં વિવિધ નવીન અને સ્વાદિષ્ટ મિલેટ વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં બાજરાના રોટલાનો પિઝા, ભાખરી પિઝા, બાફેલી મકાઈ, ઘઉંની કેક, કપ કેક, નાનખટાઈ તેમજ બાજરાના ખાખરા જેવી વિવિધ વાનગીઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ભારતીબેને સરકાર તથા પોરબંદર મહાનગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આવો મંચ મળવાથી નાના વ્યવસાયકારોને મોટી ઓળખ મળે છે અને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રોત્સાહન મળે છે.”

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande