કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદર સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ટી.બ
કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.


કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.


કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં પોરબંદર સ્થિત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ટી.બી.ના દર્દીઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરવામાં આવી હતી. અને આ કાર્યક્રમ દરમિયાન એમ.ડી. સાયન્સ કોલેજના નિવૃત્ત પ્રિન્સિપાલ સી.જી. જોષીએ કેબિનેટ મંત્રીને રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવતી માનવતાવાદી સેવાઓ અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમમાં જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી અકબર સોરઠીયા, ડી.ટી.ઓ. સીમાબેન પોપટિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી અને રેડ ક્રોસ સોસાયટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને 25 પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ દ્વારા ટી.બી.ના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવા સાથે સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande