વાયડ ગામે સુથાર પંચાલ જ્ઞાતિના કુળદેવી શ્રી સમેરિકામદા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું
પાટણ, 24 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના વાયડ ગામે સુથાર પંચાલ જ્ઞાતિના કુળદેવી શ્રી સમેરિકામદા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. મંગળવારે ભવ્ય યજ્ઞ અને માતાજીના ફૂલોના સુંદર શૃંગાર સાથે ભક્તિભાવનું વાતાવરણ સર્જાય
વાયડ ગામે સુથાર પંચાલ જ્ઞાતિના કુળદેવી શ્રી સમેરિકામદા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું


પાટણ, 24 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના વાયડ ગામે સુથાર પંચાલ જ્ઞાતિના કુળદેવી શ્રી સમેરિકામદા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. મંગળવારે ભવ્ય યજ્ઞ અને માતાજીના ફૂલોના સુંદર શૃંગાર સાથે ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું, જેમાં દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા.

નવરાત્રીના પવિત્ર અવસરે યોજાયેલા આ કાર્યક્રમોમાં માતાજીની મૂર્તિને વિવિધ ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવી. ભક્તોએ માતાજીના દર્શન, પૂજન અને આરતીનો લાભ લઈને સુખ-શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવ્યા. નવરાત્રીના શુભ સમયમાં માતાજી ના આશીર્વાદ મેળવીને ભક્તો ગદગદ થયા હતા.

આ પ્રસંગે ચંદ્રુમાણા ગામ સહિત વિવિધ ગામોના પંચાલ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વાગડોદ, ડાભી, વિશાલવાસણા અને અડિયા ગામના ભક્તોએ પણ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande