
પાટણ, 24 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ઉનાળુ સીઝન માટે સ્વિમિંગ પુલમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 10 વર્ષના બાળકો થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ખાસ બેચ 20 એપ્રિલ, 2026 થી 19 મે, 2026 સુધી યોજાશે. બેચનો સમય સવારે 8:00 થી 9:00 અને 9:00 થી 10:00 રહેશે.
નવા સત્ર માટે પ્રવેશ ફોર્મનું વિતરણ 2 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11:00 થી 2:00 દરમિયાન થશે, જ્યારે ભરેલા ફોર્મ 7 થી 9 એપ્રિલ સુધી નિર્ધારિત સમયમાં જમા કરાવી શકાશે. ફોર્મ ફી 50 રૂપિયા રાખવામાં આવી છે અને મર્યાદિત બેઠકોને કારણે 'વહેલા તે પહેલા' ના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
ફોર્મ સાથે શાળાનું આઈ-કાર્ડ અથવા છેલ્લા વર્ષની માર્કશીટ ફરજિયાત રહેશે. સુવિધા માટે છોકરાઓ અને છોકરીઓ માટે અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ