પાટણમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 700 દર્દીઓને પોષણ કીટ વિતરણ
પાટણ, 24 માર્ચ (હિ.સ.)વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે પાટણમાં ટીબી મુક્ત ભારત કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી 700 ટીબી દર્દીઓને પોષણયુક્ત કીટ આપવામાં આવી. આ સાથે જિલ્લાના 124
પાટણમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 700 દર્દીઓને પોષણ કીટ વિતરણ


પાટણમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 700 દર્દીઓને પોષણ કીટ વિતરણ


પાટણ, 24 માર્ચ (હિ.સ.)વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે પાટણમાં ટીબી મુક્ત ભારત કાર્યક્રમ યોજાયો હતો. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણા અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી 700 ટીબી દર્દીઓને પોષણયુક્ત કીટ આપવામાં આવી. આ સાથે જિલ્લાના 124 ટીબી મુક્ત ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું.

ટ્રસ્ટના અગ્રણી નરેશ દવેએ જણાવ્યું કે, આ અભિયાનનો હેતુ દર્દીઓને સારવારમાં સહાયરૂપ થવાનો છે. પોષણયુક્ત કીટ દ્વારા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સહિત આરોગ્ય અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા. અધિકારીઓએ સમગ્ર જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટે સતત પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande