

અમદાવાદ,24 માર્ચ (હિ.સ.) અમદાવાદ સ્થિત SGVP ગુરૂકુળ ખાતે 'ગુજરાત - ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ' યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઓસ્ટ્રેલિયા ટુ ઇન્ડિયાના હાઈ કમિશનર ફિલિપ ગ્રીન ઓમ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત - ઓસ્ટ્રેલિયા ફ્રેન્ડલી ક્રિકેટ મેચ'માં ટીમ ગુજરાત તરફથી રાજ્યમંત્રીઓ સર્વે જયરામ ગામીત, કૌશિક વેકરિયા, પ્રવીણ માળી, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ.કે.એલ.એન.રાવ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓએ ક્રિકેટ મેચની બાજી સંભાળી હતી.
આ રસપ્રદ મેચના અંતે ટીમ ગુજરાતનો શાનદાર વિજય થયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ આજની રોમાંચક બનેલી મેચની ખૂબ મજા માણી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિજેતા બનેલ ટીમ ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અને ખેલાડીઓને અભિનંદન પણ આપ્યા હતા.
આ પ્રસંગે અગ્ર સચિવ હારિત શુક્લ, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ વિક્રાંત પાંડે, અમદાવાદના મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, સાંસ્કૃતિક વિભાગના કમિશનર આલોકકુમાર પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ