સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુસદ્દારૂપ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુસદ્દારૂપ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુસદ્દારૂપ પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ


જૂનાગઢ ,24 માર્ચ (હિ.સ.) રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના આદેશ અનુસાર આગામી સમયમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટેની તૈયારીઓના ભાગરૂપે 23 માર્ચના રોજ મુસદ્દારૂપ ફોટાવાળી મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે-તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મતદારો આ યાદીમાં પોતાના નામની ચકાસણી કરી શકે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા તમામ સ્તરે આ યાદી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તાલુકા અને જિલ્લા પંચાયતોની ફોટાવાળી મુસદ્દારૂપ મતદારયાદી જે-તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુખ્ય કચેરીએ, સંબંધિત ગ્રામ પંચાયત ખાતે તેમજ મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીએ પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે.

જે-તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના મતદારો મતદારયાદીમાં નોંધાયેલ પોતાના નામની ચકાસણી ઉક્ત કચેરીઓ ખાતે ઉપલબ્ધ મુસદ્દારૂપ મતદારયાદીમાંથી કરી શકશે. આ મતદારયાદી સંબંધે જો કોઇ ભૂલ જણાય અથવા નામ ઉમેરવા કે સુધારવા બાબતે કોઇ દાવા અરજી હોય, તો તેવી દાવા અરજી નિયત નમૂનામાં અને નિયત સમય-મર્યાદામાં સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા નિર્દિષ્ટ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે,

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande