ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિરે 13મો પાટોત્સવ ભક્તિભાવથી યોજાયો
પાટણ, 24 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દૂધેશ્વર મહાદેવના શિવાલયમાં શ્રી શીતળા માતા અને શ્રી સપ્તઋષિ દેવતાનો 13મો પાટોત્સવ સોમવારે રાત્રે ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે આનંદના ગરબા મંડળ અને ગામની બહેનો દ્વારા શ્રી બહુચર
ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દૂધેશ્વર મહાદેવ મંદિરે 13મો પાટોત્સવ ભક્તિભાવથી યોજાયો


પાટણ, 24 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દૂધેશ્વર મહાદેવના શિવાલયમાં શ્રી શીતળા માતા અને શ્રી સપ્તઋષિ દેવતાનો 13મો પાટોત્સવ સોમવારે રાત્રે ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે આનંદના ગરબા મંડળ અને ગામની બહેનો દ્વારા શ્રી બહુચર માતાના આનંદના ગરબાનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું, જેના કારણે ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું.

પાટોત્સવમાં ગામના સદગૃહસ્થ કાંતિભાઈ ત્રિભોવનદાસ પટેલ મુખ્ય યજમાન રહ્યા હતા. શીતળા માતાને કુલેરની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી અને શ્રી સપ્તઋષિ દેવતાને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યા હતા. આગામી વર્ષ માટે સંજયભાઈ રૂગનાથભાઈ પટેલે પ્રસાદના યજમાન બનવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 13 વર્ષ પહેલાં ભરતભાઈ દેવશંકર રાવલે સપ્તઋષિ દેવતા અને ભાનુપ્રસાદ રામશંકર વ્યાસે શીતળા માતાની પ્રતિષ્ઠા કરાવી હતી. ત્યારથી દર વર્ષે પાટોત્સવ યોજાય છે. પ્રસંગે અનેક આગેવાનો અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande