પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ અને રેસ્ક્યુ કવાયત હાથ ધરાઈ
પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : પોરબંદરના અરબી સમુદ્રમાં રીઝનલ સર્ચ અને રેક્યૂ એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય કોસ્ટગાર્ડની સાથે વિવિધ સુરક્ષા એજન્સીઓ સંકલનમાં જોડાઈ દરિયાઈ રાહત બચાવની કામગીરી બતાવી હતી. પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ દ
પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ અને રેસ્ક્યુ કવાયત હાથ ધરાઈ.


પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ અને રેસ્ક્યુ કવાયત હાથ ધરાઈ.


પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ અને રેસ્ક્યુ કવાયત હાથ ધરાઈ.


પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ અને રેસ્ક્યુ કવાયત હાથ ધરાઈ.


પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ અને રેસ્ક્યુ કવાયત હાથ ધરાઈ.


પોરબંદર, 25 માર્ચ (હિ.સ.) : પોરબંદરના અરબી સમુદ્રમાં રીઝનલ સર્ચ અને રેક્યૂ એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય કોસ્ટગાર્ડની સાથે વિવિધ સુરક્ષા એજન્સીઓ સંકલનમાં જોડાઈ દરિયાઈ રાહત બચાવની કામગીરી બતાવી હતી.

પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા આયોજિત એક્સરસાઈઝમાં કોસ્ટગાર્ડના 8 જેટલા જહાજ તથા એરક્રાફ્ટ શામેલ થયા હતા. કોસ્ટગાર્ડના જણાવ્યા મુજબ પોરબંદરના દરિયામાં રીઝનલ સર્ચ અને રેસ્ક્યુ એક્સરસાઈઝનું તા. 25 માર્ચના રોજ આયોજન કરાયું હતું જેમાં આજે 25 માર્ચના રોજ ભારતીય કોસ્ટગાર્ડની સાથે વિવિધ એજન્સીઓ સંકલનમાં જોડાઈ હતી.આ રેસ્ક્યુ ઓપરેશનમાં પેસેન્જર વિમાનમાં આગ લગતા દરિયામાં ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું ત્યાર બાદ કોસ્ટગાર્ડના જહાજ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હોવાનો ડેમો બતાવ્યા બાદ દરિયામાં ડૂબતા વ્યક્તિઓનું રેસ્ક્યુ જેમાં રિમોટ કંટ્રોલથી ચાલતા લાઈફબોટની મદદથી આધુનિક ટેક્નોલોજી સાથે રેસ્ક્યુ ઓપરેશન તેમજ સતત ડ્રોનીયર એરક્રાફ્ટની મદદથી વિસ્તારમાં પેટ્રોલિંગ જેવા ઓપરેશનો બતાવવામાં આવ્યા હતા. દર વર્ષે કોસ્ટગાર્ડ દ્વારા એક્સરસાઈઝનું આયોજન કરવામાં આવે છે જેનાથી વિવિધ સુરક્ષા એજન્સીઓનું સંકલન વધુ મજબૂત બને અને જો કોઈ ખામી હોય તો તેને દૂર કરી શકાય આ કવાયતમાં કોસ્ટ ગાર્ડની સાથે ભારતીય નેવી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, મરીન પોલીસ અને મત્સ્યઉદ્યોગ વિભાગ સહિતની મુખ્ય એજન્સીઓનું સંકલન જોવા મળ્યું હતું સાથે સાથે મેડિકલ ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

દરિયામાં ગમે ત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે ત્યારે ક્યાં પ્રકારની કામગીરી કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવે છે અને વિવિધ એજન્સીઓની સંકલનમાં ક્યાં પ્રકારના ઓપરેશનો પાર પડે છે તેનો લાઈવ ડેમો આ એક્સરસાઈઝ દરમિયાન જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande