
પાટણ, 26 માર્ચ (હિ.સ.)પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે કાળકા મંદિર સામે, રાણકીવાવ રોડ પર નવી રાણકીવાવ પોલીસ ચોકી બનાવવામાં આવશે. રામનવમીના પવિત્ર દિવસે DYSP કે.કે. પંડ્યાના હસ્તે આ ચોકીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં એ ડિવિઝન પીઆઇ કે.જે. ભોંય સહિત પોલીસ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ચોકી પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવશે અને પ્રવાસન માટે મહત્વપૂર્ણ રાણકીવાવ વિસ્તારમાં સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને પ્રવાસીઓની અવરજવર સંભાળવામાં મદદરૂપ બનશે.
સિદ્ધપુરના DYSP કે.કે. પંડ્યાના જણાવ્યા મુજબ, દાતાઓના સહયોગથી આશરે 20 લાખ રૂપિયાના ખર્ચે એક માળનું ત્રણ રૂમ ધરાવતું ભવન તૈયાર થશે, જેમાં એક PSI, ત્રણ હેડ કોન્સ્ટેબલ અને દસ પોલીસ કોન્સ્ટેબલનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ