ઊંઝા તાલુકામાં ઐઠોર-વણાગલા એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : ઊંઝા તાલુકાના ઐઠોર-વણાગલા એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સં
ઊંઝા તાલુકામાં ઐઠોર-વણાગલા એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજનું ખાતમુહૂર્ત


મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : ઊંઝા તાલુકાના ઐઠોર-વણાગલા એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજના નિર્માણ માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ માઈનોર બ્રિજ આશરે 8.20 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનાવવામાં આવશે. બ્રિજના નિર્માણથી ઐઠોર અને વણાગલા ગામ વચ્ચેનો સંપર્ક વધુ સુગમ બનશે તેમજ વરસાદી મોસમ દરમિયાન આવતા અવરજવરનાં પ્રશ્નોનો પણ કાયમી ઉકેલ મળશે. અત્યાર સુધી વરસાદના સમયમાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પડતી હતી, જે હવે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં દૂર થશે.

ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આ બ્રિજ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને સ્થાનિક લોકોને વધુ સુવિધા મળશે. તેમણે વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.

સ્થાનિક લોકોએ પણ આ પ્રોજેક્ટને આવકાર્યો હતો અને ઝડપથી કામ પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ બ્રિજ બનતા સમગ્ર વિસ્તારના પરિવહન, વેપાર અને રોજિંદા જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande