મહેસાણા ખાતે રામનવમી નિમિત્તે સેવા કેમ્પ: હજારો શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડાઈ
મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : રામનવમીના પાવન અવસરે મહેસાણા શહેરમાં યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન સેવા ભાવનાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. રાજ્યસભાના સાંસદ મયંક નાયકની પ્રેરણાથી “જનસેવા એ જ પ્રભુ સેવા” સૂત્ર સાથે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ
મહેસાણા ખાતે રામનવમી નિમિત્તે સેવા કેમ્પ: હજારો શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડાઈ


મહેસાણા ખાતે રામનવમી નિમિત્તે સેવા કેમ્પ: હજારો શ્રદ્ધાળુઓને સુવિધાઓ પૂરી પાડાઈ


મહેસાણા, 26 માર્ચ (હિ.સ.) : રામનવમીના પાવન અવસરે મહેસાણા શહેરમાં યોજાયેલી ભવ્ય રથયાત્રા દરમિયાન સેવા ભાવનાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. રાજ્યસભાના સાંસદ મયંક નાયકની પ્રેરણાથી “જનસેવા એ જ પ્રભુ સેવા” સૂત્ર સાથે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ સેવા કેમ્પ મારફતે રથયાત્રામાં જોડાયેલા હજારો ભક્તોને પીવાનું શુદ્ધ પાણી તેમજ અન્ય આવશ્યક સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગરમીના માહોલ વચ્ચે ભક્તોને રાહત મળે તે માટે કરવામાં આવેલ આ વ્યવસ્થાને લોકો દ્વારા પ્રશંસા મળી હતી.

મયંક નાયકે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ “સેવા હી સંગઠન”ના મંત્રને અનુસરીને આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સમાજસેવાના આવા પ્રયાસો દ્વારા ધાર્મિક પ્રસંગોમાં ભક્તોને વધુ સુવિધા મળે અને સેવા ભાવના મજબૂત બને તે હેતુ રહેલો છે.

રથયાત્રા દરમિયાન શહેરભરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ભક્તોએ “જય શ્રી રામ”ના નાદ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande