માધવપુરના મેળામાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની જામશે રંગત
પોરબંદર, 26 માર્ચ (હિ.સ.)ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આ વર્ષે પણ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે અને દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ (North-East) ભા
માધવપુરના મેળામાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની જામશે રંગત.


માધવપુરના મેળામાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની જામશે રંગત.


માધવપુરના મેળામાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની જામશે રંગત.


માધવપુરના મેળામાં નોર્થ-ઈસ્ટ અને ગુજરાતના ફ્યુઝન નૃત્યોની જામશે રંગત.


પોરબંદર, 26 માર્ચ (હિ.સ.)ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની સ્મૃતિમાં યોજાતો સુપ્રસિદ્ધ માધવપુરનો મેળો આ વર્ષે પણ પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે અને દર વર્ષની માફક આ વર્ષે પણ મેળામાં પશ્ચિમ ભારત અને ઉત્તર-પૂર્વ (North-East) ભારતના કલાકારોની સંયુક્ત સાંસ્કૃતિક પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે.

આ મેળો તા. 27 માર્ચ 2026 થી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે, જેમાં તા 27 માર્ચના સાંજે નોર્થ-ઈસ્ટ, ગુજરાત અને બંનેના ફ્યુઝન નૃત્યોની ગ્રાઉન્ડ કોરિયોગ્રાફી રજૂ કરવામાં આવશે. આ આયોજન દ્વારા ગુજરાત અને પૂર્વોત્તર રાજ્યો વચ્ચેના પ્રાચીન સંબંધોને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં બંને પ્રદેશોના કલાકારો એક જ મંચ પર આવી પોતાની કલા અને પરંપરાનું પ્રદર્શન કરશે. અને ત્યારબાદ ખ્યાતનામ કલાકાર ગીતાબેન રબારી ડાયરામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગના ગીતો સહિતના લોકગીતોની પ્રસ્તુતિ કરશે જેમાં જિલ્લા તથા વિસ્તારના આસપાસના નાગરિકોને આ માધવપુર ઘેડનો મેળો માણવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ માણવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande