માધવપુર મેળામાં રહેશે ચાંપતો પોલીસ બંદોબસ્ત, જિલ્લા પોલીસે તૈયાર કર્યો માસ્ટર પ્લાન
પોરબંદર, 28 માર્ચ (હિ.સ.) : પોરબંદરના માધવપુર ઘેડ ખાતે 27 થી 31 માર્ચ દરમિયાન યોજાનારા પરંપરાગત માધવપુરના મેળા માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક બી.યુ. જાડેજા દ્વારા આ અંગે વિગતવાર માહિત
માધવપુર મેળામાં રહેશે ચાંપતો પોલીસ બંદોબસ્ત, જિલ્લા પોલીસે તૈયાર કર્યો માસ્ટર પ્લાન.

પોરબંદર, 28 માર્ચ (હિ.સ.) : પોરબંદરના માધવપુર ઘેડ ખાતે 27 થી 31 માર્ચ દરમિયાન યોજાનારા પરંપરાગત માધવપુરના મેળા માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા પોલીસ અધીક્ષક બી.યુ. જાડેજા દ્વારા આ અંગે વિગતવાર માહિતી આપવામા આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતા આ લોકમેળામાં ઉમટી પડતી લાખોની જનમેદનીની સુરક્ષા માટે કુલ 1458પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 7 ડીવાયએસપી, 18 પીઆઈ, 78 પીએસઆઈ, 763 પોલીસ જવાનો, 535 હોમગાર્ડ-જીઆરડી અને 57 ટ્રાફિક મેનેજમેન્ટ કર્મીઓનો સમાવેશ થાય છે. સમગ્ર મેળા વિસ્તારને 8 ઝોનમાં વહેંચીને રાઉન્ડ ધ ક્લોક દેખરેખ માટે 140 સીસીટીવી કેમેરા અને સ્પેશિયલ વૉચ ટાવર્સ કાર્યરત કરવામાં આવ્યા છે.

વિશેષ કરીને મહિલાઓની સુરક્ષા માટે 3 શી ટીમ' સાદા કપડામાં ખડેપગે રહેશે, જ્યારે પિક-પોકેટિંગ અને આવારા તત્વો પર નજર રાખવા માટે 3 સર્વેલન્સ ટીમો પણ કાર્યરત રહેશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે આ વર્ષે કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ ખાસ ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યો છે. જે મુસાફરોને મેળામાં નથી જવું અને પોરબંદરથી સોમનાથ કે સોમનાથથી પોરબંદર તરફ જવું હોય, તેઓ મોચા ગામથી કડછ, બગસરા, ગોઢાદર, શરમા, સામરડા, મેખડી, વાડલા ફાટક અને આજક થઈને આંતરોલી હાઈવે પરના ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરી શકશે.

જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા વધુમાં જણાવાયુ છે કે, ગુગલ મેપ પર પણ આ ડાયવર્ઝન જડોઈ શકાય તે અંગે પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. લોકો શાંતિપૂર્ણ રીતે અને સુરક્ષિત વાતાવરણમાં મેળાનો આનંદ માણી શકે તે માટે પોરબંદર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande