વાગરાના વહિયાલ ગામ પાસે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભીષણ આગ
પાઈપમાં અંદરથી આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત સદનસીબે જાનહાનિ ટળી, એજન્સીને લાખો રૂપિયાનું નુકસાન ભરૂચ 28 માર્ચ ( હિ . સ ) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગા
વાગરાના વહિયાલ ગામ પાસે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભીષણ આગ


વાગરાના વહિયાલ ગામ પાસે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભીષણ આગ


વાગરાના વહિયાલ ગામ પાસે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભીષણ આગ


વાગરાના વહિયાલ ગામ પાસે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભીષણ આગ


વાગરાના વહિયાલ ગામ પાસે અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં ભીષણ આગ


પાઈપમાં અંદરથી આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડ્યા

કોન્ટ્રાક્ટર દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત

સદનસીબે જાનહાનિ ટળી, એજન્સીને લાખો રૂપિયાનું નુકસાન

ભરૂચ 28 માર્ચ ( હિ . સ ) ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વહિયાલ ગામ નજીક આજે બપોરના સુમારે એક મોટી આગની ઘટના બનતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં કેનાલ (નહેર) પાસે જમીનમાં ઉતારવામાં આવેલી પીવીસી (PVC) પાઇપલાઇનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા સ્થાનિકોમાં ફાળ પડી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાગરાના વહિયાલ ગામ પાસેની નહેર નજીક છેલ્લા કેટલાક સમયથી અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. કોઈ ખાનગી કંપની સુધી આ પાઇપલાઇન પહોંચાડવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા કામદારો લગાડી ખોદકામ અને પાઇપ ફીટિંગની પ્રક્રિયા ચાલુ હતી. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર જમીનમાં રહેલી પીવીસી પાઇપોએ આગ પકડી લીધી હતી.

ધુમાડાથી આકાશ કાળું પડ્યું

પ્લાસ્ટિક અને કેમિકલ યુક્ત મટીરિયલ હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસના ગામોમાંથી પણ કાળા ધુમાડાના વાદળો સ્પષ્ટ જોઈ શકાતા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આગની ઝપેટમાં આવતા પાઇપલાઇનનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.

મોટી કોઈ હોનારત નહીં થતા રાહત થઈ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે, આગ લાગી ત્યારે કામદારો સુરક્ષિત અંતરે હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, આ દુર્ઘટનામાં પાઇપો બળી જવાથી કોન્ટ્રાક્ટર કે સંબંધિત કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા કામગીરી દરમિયાન કોઈ તણખાને કારણે આ હોનારત સર્જાઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande