નવો રૂપ, નવી ઓળખ—જેતલસર રેલવે સ્ટેશનના રૂ.16.32 કરોડના ઉન્નતીકરણ કાર્યોને મંજૂરી
ભાવનગર, 29 માર્ચ (હિ.સ.) : યાત્રિયોની સુવિધા, સુરક્ષા અને આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જેતલસર રેલવે સ્ટેશનના વ્યાપક ઉન્નતીકરણ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્
નવો રૂપ, નવી ઓળખ—જેતલસર રેલવે સ્ટેશનના ₹16.32 કરોડના ઉન્નતીકરણ કાર્યોને


ભાવનગર, 29 માર્ચ (હિ.સ.) : યાત્રિયોની સુવિધા, સુરક્ષા અને આધુનિક રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પ્રાથમિકતા આપતા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જેતલસર રેલવે સ્ટેશનના વ્યાપક ઉન્નતીકરણ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. મંડળ રેલવે પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન અને પ્રયત્નોથી આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ₹16.32 કરોડનો ખર્ચ 27.03.2026ના રોજ મંજૂર કરવામાં આવ્યો છે, જે બજેટ વર્ષ 2025-26 અંતર્ગત મંજૂર છે.

ઉલ્લેખનીય છે કે સ્ટેશન પર અગાઉ ઉપલબ્ધ ફૂટ ઓવર બ્રિજ, જે પ્લેટફોર્મ નંબર 1 અને 2/3ને જોડતો હતો, તેનું સફળતાપૂર્વક વિસ્તરણ કરીને હવે પ્લેટફોર્મ નંબર 4/5 સુધી જોડવામાં આવ્યો છે. આ વિસ્તૃત ફૂટ ઓવર બ્રિજને 16 માર્ચ, 2026થી મુસાફરો માટે ઉપયોગમાં મૂકવામાં આવ્યો છે, જેના કારણે અવરજવર વધુ સરળ અને સુરક્ષિત બની છે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે મંજૂર થયેલ ઉન્નતીકરણ કાર્યો અંતર્ગત સ્ટેશન પર આ મુજબની મુખ્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે

• સ્ટેશનના પરિસંચારી વિસ્તારમાં સુધારો અને જાહેર તથા સ્ટાફ પાર્કિંગનો વિસ્તરણ

• સ્ટેશન બિલ્ડિંગના આગલા ભાગનું સૌંદર્યીકરણ તેમજ આગમન/પ્રસ્થાન પ્લાઝાનું નિર્માણ

• પ્લેટફોર્મ 2/3 પર આવેલ વેઇટિંગ રૂમ, લોબી અને આરપીએફ પોસ્ટને પ્લેટફોર્મ 1 પર આધુનિક બિલ્ડિંગમાં સ્થાનાંતર (વિદ્યુત અને ટેલિકોમ રૂમ સહિત)

• પ્લેટફોર્મ 1 પર સફાઈ, વાણિજ્યિક અને યાંત્રિક કર્મચારીઓ માટે અલગ રૂમનું નિર્માણ

• વિવિધ પ્લેટફોર્મ પર નવા કવર શેડની વ્યવસ્થા

• પ્લેટફોર્મ 2/3 અને 4/5 પર દિવ્યાંગ અનુકૂળ આધુનિક ટોઇલેટ બ્લોકનું નિર્માણ

• મુસાફરો માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીના બૂથ અને વોટર કૂલર

• સ્ટેશન પરિસરમાં સુધારેલી અને પૂરતી લાઇટિંગ વ્યવસ્થા

• પ્લેટફોર્મ 2 અને 3 પર ઇલેક્ટ્રોનિક કોચ ગાઇડન્સ સિસ્ટમની સ્થાપના

આ તમામ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ જેતલસર રેલવે સ્ટેશન પર મુસાફરોને આધુનિક, સુરક્ષિત અને વધુ સુવિધાજનક પ્રવાસનો અનુભવ મળશે. આ પ્રોજેક્ટ વિસ્તારના વિકાસ અને રેલ સેવાઓના સશક્તિકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande