
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા શહેરમાં ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય ‘મન કી બાત’ કાર્યક્રમને ભાજપના કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે મળી નિહાળવામાં આવ્યો હતો. આ પ્રસંગે “સંગઠન શક્તિ સાથે વિકાસનો સંકલ્પ”ના સૂત્ર સાથે કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો હતો.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દ્વારા દેશના વિવિધ મુદ્દાઓ પર કરાયેલા સંબોધનને કાર્યકર્તાઓએ ધ્યાનપૂર્વક સાંભળ્યું અને વિકાસલક્ષી વિચારોથી પ્રેરણા લીધી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ બાદ વોર્ડ સ્તરે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદાર સંપર્ક વધારવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી. બેઠકમાં આવનારા સમયમાં વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો સાથે વધુ સંવાદ સ્થાપિત કરવાની દિશામાં વિચારવિમર્શ થયો.
ધારાસભ્ય મુકેશ પટેલે કાર્યકર્તાઓને સંગઠનને મજબૂત બનાવી જનસેવામાં સક્રિય રહેવા આહ્વાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR