મહેસાણાના ધોળાસણ ગામે ત્રિદિવસીય મહોત્સવમાં ધારાસભ્ય મુકેશ પટેલ હાજર, સુખાકારી માટે પ્રાર્થના
મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા તાલુકાના ધોળાસણ ગામના ખાડીયા વિસ્તારમાં સ્વ. પ્રજાપતિ સાંકળચંદ દ્વારકાદાસ પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય ભવ્ય “ફોટા પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞ” ભક્તિમય માહોલ વચ્ચે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે મહેસાણા જિલ
ધોળાસણ ગામે ત્રિદિવસીય મહોત્સવમાં MLA મુકેશ પટેલ હાજર, સુખાકારી માટે પ્રાર્થના


મહેસાણા, 29 માર્ચ (હિ.સ.) : મહેસાણા તાલુકાના ધોળાસણ ગામના ખાડીયા વિસ્તારમાં સ્વ. પ્રજાપતિ સાંકળચંદ દ્વારકાદાસ પરિવાર દ્વારા આયોજિત ત્રિદિવસીય ભવ્ય “ફોટા પ્રતિષ્ઠા મહોત્સવ અને નવચંડી યજ્ઞ” ભક્તિમય માહોલ વચ્ચે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે મહેસાણા જિલ્લાના ધારાસભ્ય મુકેશ પટેલ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મુકેશ પટેલે શ્રી બ્રહ્માણી માતાજીના ચરણોમાં શીશ નમાવી સમગ્ર મહેસાણા પંથકના નાગરિકોની સુખાકારી, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞ અને ધાર્મિક વિધિઓમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને યજ્ઞવિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

આ પ્રસંગે ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે આવા ધાર્મિક આયોજનો સમાજમાં એકતા અને સકારાત્મકતા ફેલાવે છે. કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande