જુનાપાદર ગામના ખેડૂત તખતસિંહ ગોહિલે કોબીની ખેતીથી વધારી આવક.
ભાવનગર, 31 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભાએ પરંપરાગત ખેતીમાંથી આગળ વધીને શાકભાજી પાક તરીકે કોબીની ખેતી અપનાવીને સફળતા મેળવી છે. તેમની આ પહેલ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બની રહી છે.સામાન્ય ર
ભાવનગર


ભાવનગર, 31 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામે રહેતા ખેડૂત ગોહિલ તખતસિંહ મુળુભાએ પરંપરાગત ખેતીમાંથી આગળ વધીને શાકભાજી પાક તરીકે કોબીની ખેતી અપનાવીને સફળતા મેળવી છે. તેમની આ પહેલ અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બની રહી છે.સામાન્ય રીતે ખેડૂતોએ પરંપરાગત પાક જેમ કે કપાસ, ઘઉં અથવા જ્વાર પર આધાર રાખતા હોય છે, પરંતુ બજારમાં વધતી માંગ અને સારા ભાવને ધ્યાનમાં રાખીને તખતસિંહભાઈએ કોબીની ખેતી શરૂ કરી. શરૂઆતમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને મહેનતના બળે તેમણે કોબીનો ઉત્તમ પાક ઊગાડ્યો.તખતસિંહભાઈ જણાવે છે કે કોબીની ખેતીમાં સમયસર પાણી, ખાતર અને જીવાત નિયંત્રણ ખૂબ મહત્વનું હોય છે. તેમણે આધુનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાકની ગુણવત્તા સુધારી છે. જેના કારણે બજારમાં તેમની કોબીને સારો ભાવ મળે છે અને તેઓ સારી આવક મેળવી રહ્યા છે.આ ખેતી દ્વારા તેઓને પરંપરાગત પાક કરતાં વધુ નફો મળતો હોવાથી હવે તેઓ વધુ વિસ્તારામાં કોબીની ખેતી કરવાની યોજના બનાવી રહ્યા છે. સાથે જ, અન્ય ખેડૂતોને પણ શાકભાજી પાક તરફ વળવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.તેમની સફળતા દર્શાવે છે કે જો ખેડૂત નવી પદ્ધતિઓ અપનાવે અને બજારની માંગને સમજીને ખેતી કરે, તો ઓછા સમયમાં વધુ આવક મેળવી શકાય છે. જુનાપાદર ગામના આ પ્રગતિશીલ ખેડૂતની કામગીરીથી અન્ય ખેડૂતોને નવી દિશા મળી રહી છે અને કૃષિ ક્ષેત્રમાં નવી આશા જાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande