
પાટણ, 06 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, ગૃહ વિભાગના અગ્ર સચિવ નિપુણા તોરવણે (IPS) અને પ્રાંત અધિકારી હરિની કે. આર. (IAS) સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મહિલાઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું અને મહિલા સશક્તિકરણ તથા સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો. મુખ્ય અતિથિ નિપુણા તોરવણે (IPS)એ મહિલા સુરક્ષા અને સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો, જ્યારે હરિની કે. આર. (IAS)એ સામાજિક વિકાસમાં સ્ત્રીઓના મહત્વપૂર્ણ ફાળાની ચર્ચા કરી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા મહિલા સમાનતા અને પ્રગતિ વિષયક મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભિખીબા રાજપૂત, દીપલબા રાજપુત, હીનાબા રાજપૂત, અનિતા પટેલ સહિતના આમંત્રિતો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફની હાજરીમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ