પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 10.45 કરોડના ખર્ચે એમ.ઈ.એમ. સ્કૂલનું આધુનિક નવનિર્માણ કરાશે
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલનું આધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે રૂ. 10.45કરોડના ખર્ચે ચાર માળનું આધુનિક બિલ્ડીંગ બાંધવામાં આવશે, જેમાં ધોરણ 9 થી 12ના
મહાનગરપાલિકા દ્વારા 10.45 કરોડના ખર્ચે એમ.ઈ.એમ. સ્કૂલનું આધુનિક નવનિર્માણ કરાશે.


મહાનગરપાલિકા દ્વારા 10.45 કરોડના ખર્ચે એમ.ઈ.એમ. સ્કૂલનું આધુનિક નવનિર્માણ કરાશે.


મહાનગરપાલિકા દ્વારા 10.45 કરોડના ખર્ચે એમ.ઈ.એમ. સ્કૂલનું આધુનિક નવનિર્માણ કરાશે.


પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલનું આધુનિક સુવિધાઓ સાથે નવનિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે રૂ. 10.45કરોડના ખર્ચે ચાર માળનું આધુનિક બિલ્ડીંગ બાંધવામાં આવશે, જેમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં અદ્યતન લેબ સહિતની સુવિધાઓ નજીવી ફીમાં ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

શહેરના હાર્દસ્થાને આવેલા કમલાબાગ વિસ્તારમાં આવેલી એમ.ઈ.એમ. સ્કૂલ વર્ષ 1975થી કાર્યરત છે. વર્ષ 1984માં અહીં ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ વિવિધ કારણોસર વર્ષ 2005 માં સાયન્સ પ્રવાહ બંધ કરાયો હતો. હાલમાં અહીં અંગ્રેજી માધ્યમમાં કોમર્સનો અભ્યાસક્રમ ચાલુ છે. વર્ષ 2017 થી ધોરણ 1 થી 8 નું સંચાલન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે, જ્યારે ધોરણ 9 થી 12 નું સંચાલન પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે. મધ્યમ તથા જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને શહેરના મધ્યમાં અંગ્રેજી માધ્યમમાં ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા શાળા માટે આધુનિક સુવિધાઓ ધરાવતું નવું બિલ્ડીંગ બાંધવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રતિ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થતા એકંદરે વધારા અને વર્ષો જૂનું બિલ્ડીંગ જર્જરીત બન્યું હોવાના કારણે નવા બિલ્ડીંગની જરૂરિયાત ઉદ્ભવતા આધુનિક કક્ષાના બિલ્ડીંગના પ્રોજેક્ટ કરવાની જરૂરિયાત સર્જાઇ હતી. જેથી મ્યુનિસિપલ કમિશ્નર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. નવનિર્માણ થનાર ચાર માળના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પ્રાર્થના હોલ, સ્ટાફ રૂમ, પ્રિન્સિપાલ ઓફિસ, વેઈટિંગ એરિયા અને ગર્લ્સ-બોયસ માટે ટોયલેટની સુવિધા રહેશે. પ્રથમ માળે 8 ક્લાસરૂમ તથા જરૂરી સુવિધાઓ રહેશે. બીજા માળે ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, સ્ટેશનરી સ્ટોર, વોકેશનલ ટ્રેનીંગ હોલ અને મોટો હોલ બનાવવામાં આવશે. ત્રીજા માળે લેબ અને ડિજિટલ લાઇબ્રેરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરાંત દરેક માળે એક્ટિવિટી સ્ટોર તથા લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભવિષ્યમાં વધુ એક માળનું બાંધકામ થઈ શકે તેને ધ્યાનમાં રાખીને, તેવું સ્ટ્રકચર પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે શાળાના વિદ્યાર્થીઓનું અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. સ્થળાંતર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા તાત્કાલિક કામ શરૂ કરવામાં આવશે અને અંદાજે 11 મહિનામાં નવા બિલ્ડીંગનું કામ પૂર્ણ કરવામાં આવશે.

મહાનગરપાલિકા સંચાલિત એમ.ઈ.એમ. સ્કૂલમાં હાલ ધોરણ 9 થી 12 સુધી કુલ નોંધપાત્ર સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ધોરણ 9માં 175, ધોરણ 10મા 160, ધોરણ 11 માં 69 અને ધોરણ 12માં 69 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ ધોરણ 12 માં કોમર્સ પ્રવાહ કાર્યરત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande