
પોરબંદર, 06 માર્ચ (હિ.સ.) : સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે, એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI), પોરબંદર દ્વારા તાજેતરમાં ‘બેઝીક્સ ઓફ હોમમેડ અગરબત્તી મેકિંગ’ તાલીમ કાર્યક્રમનું પોરબંદર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 20 મહિલા તાલીમાર્થીઓને નિઃશુલ્ક તાલીમ અને અગરબત્તી બનાવવાની વિવિધ પદ્ધતિઓ અને તેના વેચાણ અંગેનું માર્ગદર્શન માસ્ટર ટ્રેનર હિતેશભાઈ પાંજરીએ દ્વારા આપવામાં આવ્યું હતું અને સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમના અંતે આયોજિત સમાપન સમારોહમાં સંસ્થાના ડાયરેક્ટર રમેશચંદ મીના તથા આરસેટીનો સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya