પાટણ-હારીજ હાઇવે પર રિક્ષા પલટી: એકનું મોત, એક ઇજાગ્રસ્ત
પાટણ, 06 માર્ચ (હિ.સ.) : પાટણ-હારીજ હાઇવે પર ખાનપુર ગામ નજીક શુક્રવારે એક લોડિંગ રિક્ષા પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચંદ્રમાણા ગામના હનુજી રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. માહિતી મુજબ,
પાટણ-હારીજ હાઇવે પર રિક્ષા પલટી: એકનું મોત, એક ઇજાગ્રસ્ત


પાટણ, 06 માર્ચ (હિ.સ.) : પાટણ-હારીજ હાઇવે પર ખાનપુર ગામ નજીક શુક્રવારે એક લોડિંગ રિક્ષા પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચંદ્રમાણા ગામના હનુજી રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

માહિતી મુજબ, ચાલતી રિક્ષાનો જોઈન્ટ અચાનક તૂટી જતા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે રિક્ષા જોરદાર પલટી ખાઈ ગઈ હતી અને તેમાં સવાર હનુજી રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

અકસ્માત બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ સેવા પહોંચી અને ઇજાગ્રસ્તને પાટણની હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande