




બે જિલ્લા અને સાત તાલુકાની બસો જેટલી બહેનો 31 થી વધુ પોષ્ટીક વાનગીઓ બનાવી લાવી હતી
સમાજ, પરિવાર તેમજ રાષ્ટ્રના હિત માટે કેમ ટકી રહેવું તેવા હેતુ સાથે કાર્યક્રમ આયોજિત થયો
નિર્ણાયક તરીકે જુલી પટેલ અને પૂજા ભાટીયા તેમજ મુખ્ય અતિથિ વૈશાલી આહીર હાજર રહ્યા
ભરૂચ 08 માર્ચ (હિ.સ.) ભરૂચ જિલ્લા સહકારી સંઘ અને યશોદા મંડળના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ભરૂચ અને નર્મદા જિલ્લાના સાત તાલુકામાંથી ગૃહિણીઓએ વાનગીઓ લઈ આવી હતી.મહિલાઓના આ કાર્યક્રમમાં વાનગી નિદર્શન સાથે અન્ય જીવન ઉપયોગી કળાઓ અને મહિલાઓના સર્વાંગી વિકાસ તેમજ વર્તમાન સમયની મુશ્કેલીઓના સમયમાં જેમકે સમાજ, પરિવાર તેમજ રાષ્ટ્રના હિત માટે કેમ ટકી રહેવું તેવા હેતુ સાથે કાર્યક્રમ આયોજિત થયો હતો.
પરિવારની દીકરી વર્તમાન પરિસ્થિતિમાં ઉડાન ભરવા માટે યોગ્ય દિશામાં સમજ શક્તિ અને નિર્ભયતાથી આગળ વધે એ આજના મહિલા દિન નિમિત્તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલાઓએ પોતાની કુશળતાના દર્શન દ્વારા વાનગી નિદર્શન અને તેનામાં રહેલી રસોઈ કળાની 31 થી પણ વધુ વાનગીઓ ઘરેથી બનાવી રજૂ કરી હતી.જેના નિર્ણાયક તરીકે જુલીબેન પટેલ મહિલા સહકારી સંઘ ભરૂચ સભ્ય અને પૂજાબેન ભાટીયા સીડીપીઓ ભરૂચ તેમજ વૈશાલીબેન આહીર પીઆઈ મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. શાંતાબેન પટેલ તેમજ મહિલાઓના આજના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી બહેનો હાજર રહી તેમનામાં રહેલ કૌશલ્ય અને રસોઈ કળાને નિખારી હતી.મધર ઈન લો,ફાધર ઈન લો, સિસ્ટર ઈન લો બધું સાંભળ્યું છે પરંતુ પત્ની ઈન લો ક્યારેય સાંભળ્યું નથી કેમકે આપણા જ બધા લો છે .
બહેનો તમે ક્યારેય પોલીસ સ્ટેશનનૉ ઓટલો ના ચડતા તમારી પાસે જ દરેક સમસ્યાનો ઉકેલ છે.તમે ઘરની સાથે બહારની દુનિયામાં પણ ડોકિયું કરો તમે દરેક ક્ષેત્રે આગળ વધી શકો છો .તમારી અંદર ખૂબ શક્તિ છે તે શક્તિનો ઉપયોગ કરી સ્થાન અને પદ માટે સંઘર્ષ અને પુરુષાર્થ કરો એવી શુભકામનાઓ પાઠવું છું.વૈશાલી આહિર પીએસઆઇ મહિલા પોલીસ સ્ટેશન
મહિલાઓ માટે આજે એક પર્વ છે ઉત્સાહની પળ છે.આપણે મહિલાઓ રસોઈની રાણી છીએ સાથે સમાજમાં પણ તમારું સ્થાન બને તેના માટે ઘરે બેસીને નહી તમારી કુનેહથી પ્રગતિ કરો .સોસાયટીમાં જોડાવ જેથી તમે કંઈક નવું કરી શકો છો.મહિલાઓ ક્રેડિટ સોસાયટીના સભ્ય બની બચત કરો અને કોઈપણ વ્યવસાય કરી શકો છો .નીરૂબેન આહિર મહિલા સહકારી સંઘ પ્રમુખ
વાનગી નિદર્શનના નિર્ણાયક જુલીબેન પટેલ અને પૂજાબેન ભાટીયાએ વાનગીઓનું નિદર્શન કરી સ્વાદ અને સોડમ તેમજ પૌષ્ટિક આહારની માત્રા તપાસી એ પ્રમાણે પ્રથમ બાળશક્તિ કેક રઘુવીર ટેનામેન્ટ
બીજો મિક્ષ દાળની ઈડલી
અને ત્રીજો કાઠિયાવાડી થાળી ઇન્દિરા નગર
નંબર આપી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ