કોડિનાર શહેરની મહિલાઓને અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટની તાલીમ અપાઇ
ગીર સોમનાથ, 9 માર્ચ (હિ.સ.) : ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે કોડિનાર શહેરની મહિલાઓ માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, ગીર સોમનાથ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મહિલાઓ માટે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કાર્યક્રમમાં
કોડિનાર શહેરની મહિલાઓને અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટની


ગીર સોમનાથ, 9 માર્ચ (હિ.સ.) : ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે કોડિનાર શહેરની મહિલાઓ માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, ગીર સોમનાથ દ્વારા અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ યોજના અંતર્ગત મહિલાઓ માટે તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમ કાર્યક્રમમાં બાગાયત અધિકારી બી.એમ.બારડ દ્વારા શહેરી ખેતીના પ્રકારો, કિચન ગાર્ડન, શાકભાજી પાકોમાં ધરું ઉછેર, ટેરેસ ગાર્ડન, કુંડાના પ્રકારો, મિડીયા મિક્ષર, માઇક્રોગ્રિન્સ, હાઇડ્રોપોનિક્સ ખેતી, પ્રાકૃતિક બાગાયત ખેતી જેવા વિવિધ વિષય પર મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી તથા મહિલા તાલીમાર્થીઓને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવી હતી.

આ તાલીમમાં મહિલાઓને રસાયણમુક્ત શાકભાજીનો ઉપયોગ કરવા માટે ઘર આંગણે કે અગાસીમાં શાકભાજીનું વાવેતર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ તાલીમનાં અંતમાં દરેક તાલીમાર્થીને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande