વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
- એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાઇ ગીર સોમનાથ, 09 માર્ચ (હિ.સ.) : વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતી મહિલા કન્ડક્ટર બહેનો, પટ્ટાવાળા બહ
વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની


- એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાઇ

ગીર સોમનાથ, 09 માર્ચ (હિ.સ.) : વેરાવળ એસ.ટી. ડેપો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એસ.ટી. વિભાગમાં ફરજ બજાવતી મહિલા કન્ડક્ટર બહેનો, પટ્ટાવાળા બહેન, અપ્રેન્ટિસ બહેનોનું મીઠાઇથી મોં મીઠું કરાવી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના અધિકારીઓ અને સ્ટાફે પણ ઉપસ્થિત રહી કેક કાપી તમામ મહિલા કર્મચારીઓને પ્રોત્સાહિત કરી હતી. તેમજ, મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર વિશે માર્ગદર્શન સાથે વેક્સિનેશન બાબતે સમજૂતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના બહેનોએ પણ તમામ મહિલા કર્મચારીને મીઠાઈ વિતરણ કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande