
ગીર સોમનાથ, 09 માર્ચ (હિ.સ.) : જિલ્લામાં દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મૂંગા અપંગ મુક બધિર, રક્તપિત તેમજ માનસિક ક્ષતિ ધરાવતા કર્મચારીઓ, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યકિતઓ તેમજ તેમને મદદ કરતી સંસ્થાઓ, ઉદ્યોગકર્તા અને વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસર માટે રાજય કક્ષાના દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા – ૨૦૨૫ની જાહેરાત કરવામાં આવેલી હતી. જે હેતુસર જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. ૨૭/૦૨/૨૦૨૬ સુધીમાં અરજી મેળવવા માટે જાહેરાત આપવામા આવેલ હતી. જે અન્વયે આ જાહેરાત તા. ૩૦/૦૩/૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
જેથી રસ અને લાયકાત ધરાવતા યુવાઓ, નોકરીદાતાઓ, અને પ્લેસમેન્ટિ ઓફિસર આ બાબતને ધ્યાને લઇ અરજી કરે તેમા જિલ્લા રોજગાર અધિકારી એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ