
ગીર સોમનાથ 12 એપ્રિલ (હિ.સ.) છત્તીસગઢ ખાતે નેશનલ કક્ષાની પ્રતિષ્ઠિત ખેલો ઈન્ડિયા ટ્રાઈબલ ગેમ્સ–૨૦૨૬ સ્પર્ધા યોજાઇ હતી જેમાં ૪૦૦ મીટર રીલે દોડ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યોના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં તાલાલા ગીરના સિદી આદિવાસી સમાજના યુવાન વાહીદ સકીલભાઈ પરમારે ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ ઝળહળતી સિદ્ધિથી તાલાલા પંથક તેમજ સમગ્ર સિદી આદિવાસી સમાજમાં આનંદની લાગણી ફેલાઇ ગઈ છે.વાહીદ પરમારની સફળતા બદલ સમાજના આગેવાનો દ્વારા અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ