પોરબંદર મનપાની ચૂંટણીમાં 7 અને જિલ્લા પંચાયતમાં 3 ફોર્મ રદ.
પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જિલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇ ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરવામા આવી હતી જેમા પોરબંદર મહાનગરપાલિકામા સાત ફોર્મ રદ થયા હતા જયારે જીલ્લા પંચયતમા ત્રણ ફોર્મ રદ થયા તો પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પ
પોરબંદર મનપાની ચૂંટણીમાં 7 અને જિલ્લા પંચાયતમાં 3 ફોર્મ રદ.


પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) પોરબંદર જિલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઇ ફોર્મ ચકાસણીની કામગીરી હાથ ધરવામા આવી હતી જેમા પોરબંદર મહાનગરપાલિકામા સાત ફોર્મ રદ થયા હતા જયારે જીલ્લા પંચયતમા ત્રણ ફોર્મ રદ થયા તો પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકા પંચાયતમા એક પણ ફોર્મ રદ થયુ નથી

પોરબંદર જીલ્લામા સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈ ફોર્મ ચકાસણીબાદ જીલ્લા ચુંટણી અધિકારી એસ ડી ધાનાણીએ વિગત આપતા જણાવ્યુ હતુ કે પોરબંદર મહાનગરપાલિકામા કુલ 136 ઉમેદવારોએ ઉમદવારી નોંધાવી હતી જેમા આજે ચકાસણી દરમ્યાન સાત ઉમેદવારી ફોર્મ રદ થયા તેમા વોર્ડનં-3મા 2 ફોર્મ, વોર્ડનં-7મા ત્રણ અને વોર્ડનં-10મા 1 ફોર્મ રદ થયુ છે. જ્યારે વોર્ડનું-11માં 1 રદ થતા હવે 129 ઉમેદવારોન ફોર્મ માન્ય રહ્યા છે પોરબંદર જીલ્લા પંચયાતમા 18 બેઠક માટે કુલ 52 ફોર્મ ભરાયા હતા જેમા બખરલા, મોઢવાડા અને ચૌટ સીટમા એક-એક ફોર્મ રદ થયા હતા હવે કુલ 49 ઉમેદવારો ફોમ માન્ય રહ્યા પોરબંદર જીલ્લાની ત્રણ તાલુકા પંચાયતમા પોરબંદર તાલુકા પંચાયતની 22 સીટ માટે 50 ફોર્મ ભરાયા હતા જેમા ચકાસણી દરમ્યાન નાગકા બેઠકનુ ફોર્મ રદ થતા હવે 49 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા, રાણાવાવ તાલુકા પંચાયતની 16 સીટ માટે 38 ફોર્મ ભરાયા હતા જેમા એક ફોર્મ ડમી હોવાથી ત્યા એક ફોર્મ રદ થયુ નથી અને કુતિયાણા તાલુકા પંચાયતની 16 સીટ માટે 42 ફોર્મ ભરાયા હતા તમામના ફોર્મ માન્ય રહ્યા છે.

મનપામા કોના ફોર્મ રદ થયા

વોર્ડનં-૩ ભાવેશ નારણ મકાવાણા -આપના ઉમેદવાર

વોર્ડનં-3 ધર્મેશ લખુભાઈ મોરી-આપના ઉમેદવાર

વોર્ડનં-7 જીવન રણછોડભાઈ જુંગી-આપના ઉમેદવાર

વોર્ડનં-7 વર્ષા રમેશ ગોહેલ- આપના ઉમેદવાર

વોર્ડનં-7 વાસંતી જીતેન્દ્ર જુંગી- આપના ઉમેદવાર

વોર્ડનં-10 સોનલ નાથાભાઈ સોલંકી-આપના ઉમેદવાર

વોર્ડનં-11 હાજાલખમણભાઈ ઓડેદરા-બસપાના ઉમેદવાર.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande