


પોરબંદર, 14 એપ્રિલ (હિ.સ.) પોરબંદરમાં ચૂંટણી પૂર્વે જ માહોલ કેસરિયો બની ગયો છે પોરબંદર મહાનગર પાલિકાની વધુ પાંચ બેઠકો થઈ બિન હરીફ જાહેર થતા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી વિજય ઉત્સવ કરવામાં કરવામાં આવ્યો હતો. અગાઉ વોર્ડ નંબર 12 માં ભાજપ ના ઉમેદવારો સામે એક પણ ફોર્મ નહીં ભરાતા 4 બેઠકો થઈ હતી બિન હરીફ .
આજે ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 10 માં બે બેઠકો અને વોર્ડ નબર 11 માં ત્રણ બેઠકો માં ભારતીય જનતા પાર્ટી થઈ બિન હરીફ જીત થઇ છે. હજુ ચૂંટણી પ્રચાર અને ફોર્મ પરત ખેચવાના દિવસો બાકી છે તે પહેલા મનપા નો કુલ 9 પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. પોરબંદર મહાનગરપાલિકા વોર્ડ નંબર- 10 માં હેતલબેન સાણથરા અને દક્ષાબેન માવણી અને વોર્ડ નંબર- 11 માં ક્રિષ્નાબેન અનિલ કોટિયા, દેવી દેવા કોડીયાતર અને વનરાજ પરબત કેશવાલા બિન હરીફ થયા છે.
ત્યારે આ ઉમેદવારો ને જિલ્લા ભાજપ પ્રભારી વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતના તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ પ્રવીણખોરાવા, પ્રવીણ ઓડેદરા, રાજેશ કરગટીયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મનુભાઈ મોદી,સિનિયર આગેવાન રામદેવ મોઢવાડીયા સહીત ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો – કાર્યકરો એ પણ ખાસ ઉપસ્થિત રહી શુભેછાઓ પાઠવી હતી અને કાર્યાલય ખાતે ભવ્ય વિજયના વધામણાં કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya