ફાયર સર્વિસ સપ્તાહ નિમિત્તે ભાવનગર એરપોર્ટ પર અગ્નિ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
ભાવનગર, 16 એપ્રિલ (હિ.સ.)ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભાવનગર એરપોર્ટ ખાતે અગ્નિ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અગ્નિશામક વિભાગ દ્વારા વિવિધ અગ્નિશામક ઉપકરણોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના દ્
ભાવનગર


ભાવનગર, 16 એપ્રિલ (હિ.સ.)ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભાવનગર એરપોર્ટ ખાતે અગ્નિ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અગ્નિશામક વિભાગ દ્વારા વિવિધ અગ્નિશામક ઉપકરણોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેના દ્વારા હાજર રહેલા અધિકારીઓ, સ્ટાફ તેમજ અન્ય હિતધારકોને આગ જેવી આપત્તિ સમયે કેવી રીતે યોગ્ય રીતે પ્રતિસાદ આપવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન અગ્નિશામક દળના નિષ્ણાતોએ આગ લાગવાના સંજોગોમાં ઉપયોગી થતી વિવિધ સાધનો જેવી કે ફાયર એક્સટિંગ્વિશર, ફાયર હોઝ, સ્મોક ડિટેક્ટર વગેરે વિશે વિગતવાર માહિતી આપી હતી. ખાસ કરીને, વિવિધ પ્રકારની આગ માટે કયા પ્રકારના અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ કરવો તે અંગે પ્રાયોગિક રીતે સમજાવવામાં આવ્યું હતું, જેથી લોકો વાસ્તવિક પરિસ્થિતિમાં ઝડપથી અને યોગ્ય નિર્ણય લઈ શકે.

આ સાથે સાથે કૃત્રિમ શ્વાસોચ્છવાસ (CPR) જેવી જીવન બચાવતી તકનીકોનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ હાર્ટ એટેક અથવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા વ્યક્તિને તાત્કાલિક સહાય કેવી રીતે પહોંચાડવી તે અંગે જીવંત પ્રદર્શન કરીને સમજાવ્યું હતું. આ તાલીમથી હાજર રહેલા લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો હતો કે તેઓ આવનારા સમયમાં આ પ્રકારની આપત્તિમાં મદદરૂપ બની શકે.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં અગ્નિ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો અને આપત્તિના સમયમાં ઝડપી અને અસરકારક પગલાં લેવા માટે તૈયાર કરવાનો હતો. આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં સુરક્ષા અંગેની સમજ વધે છે અને જાનહાનિ તેમજ નુકસાનને ઘટાડવામાં મદદ મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande