
રાજપીપળા, 16 એપ્રિલ (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા એક તરફ ગુજરાતનું ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની આગાહી કરી છે. આ પરિસ્થિતિમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાથી ગુજરાતના ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે.
ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભર ઉનાળામાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી 45884 ક્યુસેક પાણીની આવક થતાં હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર નોંધાઈ છે. ઉનાળામાં નર્મદા ડેમમાં 3420 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો સ્ટોર છે.
જ્યારે ગુજરાતમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.ત્યારે આ પરિસ્થિતિમાં સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાથી ગુજરાતના ખેડૂતોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે.
મધ્યપ્રદેશના ડેમોમાં વીજ ઉત્પાદન કરતાં ડેમમાં પાણીની આવક વધી છે. હાલ નર્મદા ડેમની સપાટી 130.14 મીટર પર પહોંચી છે. ગુજરાત માટે સિંચાઈ અને પીવાનું પાણી મેઇન કેનાલમાં 16000 ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. ઉનાળામાં પણ નર્મદા ડેમમાં 3420 mcm લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. ઉપરવાસમાંથી 45884 ક્યુસેક પાણીની આવક થતાંની સાથે ઉનાળામાં પણ ગુજરાત માટે પૂરતું પાણી આપવા માટે ડેમ સક્ષમ છે.
હવામાન વિભાગે 13 એપ્રિલના રોજ આગામી ચોમાસાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. આ પૂર્વાનુમાન પ્રમાણે હવામાન વિભાગનું કહેવું છે કે, આગામી ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગનું પ્રમાણે આ વર્ષે ચોમાસું લગભગ 92 ટકા રહેવાની સંભાવના છે. એટલે કે ચાર મહિનાના લાંબાગાળા દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. ભારતમાં જૂનથી શરૂ થતા અને સપ્ટેમ્બરમાં પૂરા થતા ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ 96થી 104 ટકા વરસાદ થાય તો તેને સામાન્ય વરસાદ ગણવામાં આવે છે. એટલે 92 ટકા એ સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ