ધર્મના આધારે, અનામતની વાત ગેરબંધારણીય: અમિત શાહ
નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) લોકસભામાં ગુરુવારે સરકાર તરફથી સીમાંકન અને ત્યારબાદ મહિલા અનામત લાગુ કરવા સંબંધિત ત્રણેય વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષ આ વિધેયકો લાવવાનો જ વિરોધ કરતું રહ્યું. ગૃહમંત્રી શાહે કહ્યું કે, વિપક્ષ આના પર ચર્ચા થવા દ
શાહ


નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) લોકસભામાં ગુરુવારે સરકાર તરફથી સીમાંકન અને ત્યારબાદ મહિલા અનામત લાગુ કરવા સંબંધિત ત્રણેય વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. વિપક્ષ આ વિધેયકો લાવવાનો જ વિરોધ કરતું રહ્યું. ગૃહમંત્રી શાહે કહ્યું કે, વિપક્ષ આના પર ચર્ચા થવા દે અને સરકાર દરેક વાંધાનો જવાબ આપશે. સાથે જ મુસ્લિમ મહિલાઓને અનામતનો મુદ્દો આવતા શાહે કહ્યું કે, ધર્મના નામે અનામત કોઈપણ રીતે મંજૂર નથી.

લોકસભામાં ગુરુવારે વિપક્ષે સરકાર તરફથી સીમાંકન અને ત્યારબાદ મહિલા અનામત લાગુ કરવા સંબંધિત ત્રણેય વિધેયકોને વિચારણા માટે રજૂ કરવાના પગલાનો સખત વિરોધ કર્યો અને આના પર વિધિવત રીતે મતવિભાજન થયું. લોકસભા અધ્યક્ષ સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અને સંસદીય બાબતોના મંત્રીએ વિપક્ષના વાંધાઓને ફગાવી દીધા.

સરકાર અને લોકસભા અધ્યક્ષે વારંવાર કહ્યું કે, વિધેયકો રજૂ કરવાના પગલાનો સભ્યો, બંધારણ અને ગૃહની કાયદાકીય ક્ષમતાના આધારે વિરોધ કરી શકે છે. કોંગ્રેસ, સપા, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે સહિતની વિપક્ષી પાર્ટીઓએ વિધેયકો પર પોતાનો વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરકાર મહિલા અનામતના બહાને વાસ્તવમાં સીમાંકન વિધેયક લાવી છે. આસામ અને જમ્મુ-કાશ્મીરની જેમ આના માધ્યમથી સરકાર બંધારણીય સંરક્ષણને સમાપ્ત કરી મનસ્વી રીતે સીમાંકન કરવા માંગે છે. વિધેયકને વિચારણા માટે લાવવાનો વિરોધ થવા પર ગૃહમંત્રી અમિત શાહને વારંવાર ઉભા થવું પડ્યું.

સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, સરકાર ઉતાવળમાં વિધેયકો લાવી છે અને સરકાર અદ્યતન વસ્તી ગણતરીના આંકડાઓથી બચવા માંગે છે. આમાં સરકારે જાતિગત વસ્તી જણાવવી પડશે અને વિપક્ષ અનામત માંગશે.

અમિત શાહે અખિલેશના નિવેદનને ચિંતાજનક ગણાવ્યું અને કહ્યું કે, વસ્તી ગણતરી ચાલુ છે. જાતિગત વસ્તી ગણતરી કરાવવાનો નિર્ણય પણ સરકાર લઈ ચૂકી છે. તેમણે મુસ્લિમ મહિલાઓને અનામત આપવાની વાતને ગેરબંધારણીય ગણાવી અને કહ્યું કે, ધર્મના આધારે અનામતનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આના પર અખિલેશે અડધી વસ્તીમાં મુસ્લિમ મહિલાઓ હોવાની વાત કરી. ત્યારે શાહે કહ્યું કે, સપા ઈચ્છે તો તમામ મહિલા અનામત બેઠકો મુસ્લિમ મહિલાઓને આપી શકે છે, તેમાં તેમને કોઈ વાંધો નથી.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande