
ભાવનગર, 16 એપ્રિલ (હિ.સ.)ભાવનગર મહાનગર ખાતે આવનારી સ્થાનિક સ્વરાજ ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને યુવા મોરચાના આગામી કાર્યક્રમોની તૈયારી માટે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં યુવા મોરચાના વિવિધ હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન યુવાનોની ભૂમિકા વધુ મજબૂત બનાવવાની દિશામાં વિવિધ મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો હતો. ખાસ કરીને યુવા કાર્યકરોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રીતે જોડવા, બૂથ સ્તરે સંગઠનને મજબૂત બનાવવું તેમજ નવા મતદારો સુધી પહોંચ વધારવા માટેના કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સોશિયલ મીડિયા અને ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા વધુમાં વધુ લોકો સુધી પક્ષના વિચારો પહોંચાડવા પર પણ ભાર મુકાયો હતો.
હોદેદારોએ જણાવ્યું હતું કે યુવા મોરચો આવનારી ચૂંટણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે અને શહેરના દરેક વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન તેજ કરવામાં આવશે. યુવાનોને પ્રેરિત કરી, તેમની ઉર્જાને સકારાત્મક દિશામાં ઉપયોગ કરીને પક્ષને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં આગામી દિવસોમાં યોજાનારા કાર્યક્રમો, સભાઓ અને જનજાગૃતિ અભિયાનોની રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી હતી. દરેક કાર્યકરને જવાબદારીઓ સોંપી કાર્યને ગતિ આપવા પર ભાર મૂકાયો હતો.
બેઠકનો મુખ્ય હેતુ સંગઠનને વધુ સુસજ્જ બનાવવાનો અને ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે યુવાનોને સજ્જ કરવાનો રહ્યો હતો. આવી બેઠકો દ્વારા યુવા મોરચામાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને સંગઠન વધુ મજબૂત બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT