સંસદમાં મહિલા અનામત સુધારા સહિત ત્રણ બિલ રજૂ, વિપક્ષનો વિરોધ શરૂ
નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) સંસદના વિશેષ સત્રમાં બુધવારે મહિલા આરક્ષણ અધિનિયમ સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. બંધારણ (131મો સુધારો) બિલ, 2026 અને સીમાંકન બિલ, 2026 કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા રજૂ કરવ
સંસદ


નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) સંસદના વિશેષ સત્રમાં બુધવારે મહિલા આરક્ષણ

અધિનિયમ સંબંધિત ત્રણ મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવ્યા હતા. બંધારણ (131મો સુધારો) બિલ, 2026 અને સીમાંકન બિલ, 2026 કાયદા મંત્રી

અર્જુન રામ મેઘવાલ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહમાં

કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા (સુધારા) બિલ, 2026 રજૂ કર્યું હતું.

વિપક્ષે આ બિલનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. પહેલા

કોંગ્રેસ નેતા કે. સી. વેણુગોપાલનું કહેવું હતું કે,” સરકાર બંધારણને હાઈજેક કરવા

માંગે છે.” સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે કહ્યું કે,” જ્યાં સુધી

મુસ્લિમ મહિલાઓને અનામત આપવામાં ન આવે ત્યાં સુધી કાયદાનો કોઈ અર્થ નથી.” આ અંગે

ગૃહમંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો કે,” ધર્મના આધારે અનામત ગેરબંધારણીય છે અને

તેનો પ્રશ્ન ઊભો થતો નથી.”

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે એમ પણ કહ્યું કે,” દેશ અડધી

વસ્તીને અનામત ઈચ્છે છે, પરંતુ મુસ્લિમ

મહિલાઓ માટે શું જોગવાઈ છે.” આ અંગે અમિત શાહે વળતો જવાબ આપ્યો હતો કે,”સમાજવાદી પાર્ટી

ઈચ્છે તો મુસ્લિમ મહિલાઓને ટિકિટ આપી શકે છે અને સરકારને કોઈ વાંધો નહીં હોય.”

આ સુધારા બિલમાં લોકસભામાં કુલ બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ

છે. તેમાં રાજ્યો માટે 815 બેઠકો અને

કેન્દ્રશાસિત પ્રદેશો માટે 35 બેઠકો હશે. બેઠકોનું ચોક્કસ નિર્ધારણ સીમાંકન પ્રક્રિયા

પછી થશે. પ્રસ્તાવિત સુધારા હેઠળ મહિલાઓ માટે 273 બેઠકો અનામત રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande