તમિલનાડુ: કોઈમ્બતુરના વાલપારાઈમાં મોડી રાત્રે પ્રવાસન વાન ખીણમાં ખાબકી, 9 લોકોનાં મોત
કોઈમ્બતુર, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.). કોઈમ્બતુર જિલ્લાના વાલપારાઈ પહાડી માર્ગ પર આવેલા 13મા હેયરપિન વળાંક પર શુક્રવારે મોડી રાત્રે એક અનિયંત્રિત પ્રવાસન વાન ખીણમાં ખાબકી હતી, જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં એક જ શાળામાં કાર્યરત 7 શિ
પ્રવાસન વાન ખીણમાં ખાબકી


કોઈમ્બતુર, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.). કોઈમ્બતુર જિલ્લાના વાલપારાઈ પહાડી માર્ગ પર આવેલા 13મા હેયરપિન વળાંક પર શુક્રવારે મોડી રાત્રે એક અનિયંત્રિત પ્રવાસન વાન ખીણમાં ખાબકી હતી, જેમાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં એક જ શાળામાં કાર્યરત 7 શિક્ષિકાઓ સહિત 9 લોકોનાં મૃત્યુ થયાં છે.

કેરળના મલપ્પુરમ વિસ્તારમાંથી 13 લોકો વાનમાં વાલપારાઈ ફરવા આવ્યા હતા. વાલપારાઈમાં ફર્યા બાદ તેઓ પોલ્લાચીના રસ્તે કેરળ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ વાલપારાઈ પહાડી માર્ગના 13મા હેયરપિન વળાંક પર ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું, જે સુરક્ષા દીવાલ સાથે અથડાઈને અંદાજે 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું હતું અને 9મા હેરપિન વળાંક પાસે પલટી ગયું હતું તથા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.

આ ભીષણ અકસ્માતમાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 2 લોકોએ પોલ્લાચી સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતકોમાં આશા, શકીલા, સજીતા સહિત 7 શિક્ષિકાઓ, મજીદ નામનો એક શાળાનો કર્મચારી અને 12 વર્ષનો એક બાળક સામેલ છે. આ ઉપરાંત 3 લોકો ગંભીર રીતે ઘાયલ થઈને હોસ્પિટલમાં દાખલ છે.

કોઈમ્બતુર જિલ્લા કલેક્ટર પવન કુમારે જણાવ્યું હતું કે, બચાવ કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવી હતી. અકસ્માતની જાણ થતા જ કેરળના વીજ મંત્રી કૃષ્ણન કુટ્ટી પોલ્લાચી પહોંચ્યા હતા અને તેમણે કહ્યું કે મૃતકોના પરિવારોને વળતર આપવા અંગે મુખ્યમંત્રી સાથે વાત કરીને જાહેરાત કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande