
શ્રીનગર, નવી દિલ્હી, 18 એપ્રિલ (હિ.સ.) અફઘાનિસ્તાનમાં શનિવારે સવારે 8.24 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોને હચમચાવી દીધા હતા. જોકે, તાત્કાલિક કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (ઇએમએસસી) અનુસાર, ભૂકંપ અફઘાનિસ્તાનના બદખશાન વિસ્તારના જાયબક વિસ્તારમાં 190 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/સુમન લતા/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ