
નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, સંસદનું આજે શરૂ થઈ રહેલું વિશેષ સત્ર મહિલા સશક્તિકરણની દિશામાં એક ઐતિહાસિક પગલું સાબિત થશે. તેમણે કહ્યું કે માતાઓ અને બહેનોનું સન્માન રાષ્ટ્રનું સન્માન છે અને આ ભાવના સાથે દેશ આ દિશામાં મજબૂત રીતે આગળ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું, જેના દ્વારા તેમણે મહિલાઓના જ્ઞાનનું મહત્વ અને તેમની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
“व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्। ता त्वामुषर्वसूयवो गीर्भिः कण्वा अहूषत॥”
આ સુભાષિત નો અર્થ એ છે કે, સ્ત્રી તેના જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનના અંધકારને દૂર કરીને સમગ્ર વિશ્વને પ્રકાશિત કરે છે. એટલા માટે જે લોકો સમૃદ્ધિ અને શ્રેષ્ઠ ગુણોની આકાંક્ષા રાખે છે, તેઓ હંમેશા સ્ત્રીઓનું સન્માન કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંસદના વિશેષ સત્રના માધ્યમથી દેશ મહિલા સશક્તિકરણની દિશામાં એક મજબૂત અને નિર્ણાયક પગલું ભરવા જઈ રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર /માધવી ત્રિપાઠી/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ