
નામક્કલ, નવી દિલ્હી, 16 એપ્રિલ (હિ.સ.). ડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, આજે સીમાંકન બિલ, 2026ની નકલો બાળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સંસદનું વિશેષ સત્ર આજે શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં મહિલા માટે 33 ટકા અનામત બિલ અને સીમાંકન બિલ, 2026 રજૂ કરવામાં આવશે.મહિલા આરક્ષણ સુધારા બિલને વિપક્ષી દળોએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે, પરંતુ સીમાંકન બિલનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ડીએમકેના વડા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિન શરૂઆતથી જ આ બિલનો સખત વિરોધ કરી રહ્યા છે. તેમણે આ બિલના વિરોધમાં સમગ્ર તમિલનાડુમાં ઘરો પર કાળા ઝંડા ફરકાવવાની હાકલ કરી છે. નામક્કલ જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન, મુખ્યમંત્રી સ્ટેલિનએ કાળા શર્ટ પહેરીને ધ્વજસ્તંભ પર કાળો ધ્વજ ફરકાવ્યો હતો અને સીમાંકન બિલની નકલો બાળી નાખી હતી અને લડેંગે, લડેંગે, તામિલનાડુ જીતેગા, જીતેગે હમ સાથ મિલકર મુખ્યમંત્રી સ્ટેલિનએ એક્સ પર લખ્યું હતું કે, વિરોધની આગ સમગ્ર તમિલનાડુમાં ફેલાઈ જવા દો.
હિન્દુસ્થાન સમાચાર /ડૉ. વારા પ્રસાદ રાવ પી. વી./મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ