
વલસાડ,16 એપ્રિલ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા ફરાર અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત પારડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કેસમાં ફરાર આરોપીને ઝડપવામાં સફળતા મળી છે.મળતી માહિતી મુજબ, LCB વલસાડની ટીમ દ્વારા જિલ્લાભરમાં પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી હતી.આ દરમ્યાન LCBના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે પારડી પોલીસ સ્ટેશનના સી પાર્ટ ગુનાહિત નોંધ નંબર 11200038253742/2025 મુજબના પ્રોહીબીશન કેસમાં વોન્ટેડ આરોપી અનીલ માહ્યાભાઈ ભાંવર ને સેલવાસના વસોણા ગામ, બોબાપાડા ફળીયાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ 65(એ)(ઈ), 81, 98(2), 116(બી) મુજબ ગુનો નોંધાયેલ હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે પારડી પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.ગુનાહિત ઇતિહાસ:પકડાયેલ આરોપી અગાઉ પણ પ્રોહીબીશન તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આનંદ જિલ્લાના વાસદ પોલીસ સ્ટેશન અને નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ કેસ નોંધાયેલા છે.આ સફળ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ PSI જે.જી. પરમાર તથા ASI વિજય માધવરાવ પાટીલ, વાલજી ચૌહાણ, પીયુશ ઠાકોર, રાહુલ નાયકા અને હારીશ ખાન સહિતની ટીમે સંયુક્ત પ્રયત્નોથી પાર પાડી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha