
સોમનાથ 17 એપ્રિલ (હિ.સ.) સોમનાથ
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-2026ના કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં 26 એપ્રિલ ના રોજ જિલ્લા પંચાયત તથા તમામ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પૂર્ણ રીતે સજ્જ છે.
ચૂંટણીલક્ષી તૈયારીઓની વિગતો આપતા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સોમનાથ જિલ્લામાં તાલુકા પંચાયત-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સમગ્ર રીતે સજ્જ છે. સમગ્ર જિલ્લામાં કુલ 1010મતદાન મથકો છે. જે પૈકી બિનહરીફ થયેલી પાંચ સીટો બાદ કરતા સમગ્ર જિલ્લામાં કુલ 1005 મતદાન મથકો પર 26 એપ્રિલના રોજ મતદાન કરવામાં આવશે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મતદાન મથકો માટે ઈ.વી.એમ. સહિતની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અલગ-અલગ તાલુકાઓમાં તૈયારીઓ નિયત સ્થળ પર હાથ ધરવામાં આવી રહી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઓળખવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, જિલ્લા ચૂંટણી તંત્ર આ સમગ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટે સજ્જ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ