ચંદ્રુમાણા ગામની ગૌરી વિદ્યાલયમાં લાંબા સમયથી સેવા આપનાર શિક્ષક રમેશભાઈ પટેલ નિવૃત્ત થતા ભાવભેર વિદાય
પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ગૌરી વિદ્યાલયમાં લાંબા સમયથી સેવા આપનાર શિક્ષક રમેશભાઈ મોતીલાલ પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ યોજી તેમને સન્માનપત્ર, સાકરનો પડો અને પ્રતીક ભેટ આપી ભાવભેર
ચંદ્રુમાણા ગામની ગૌરી વિદ્યાલયમાં લાંબા સમયથી સેવા આપનાર શિક્ષક રમેશભાઈ પટેલ  નિવૃત્ત થતા ભાવભેર વિદાય


પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામની ગૌરી વિદ્યાલયમાં લાંબા સમયથી સેવા આપનાર શિક્ષક રમેશભાઈ મોતીલાલ પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા. શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ યોજી તેમને સન્માનપત્ર, સાકરનો પડો અને પ્રતીક ભેટ આપી ભાવભેર વિદાય આપવામાં આવી.

રમેશભાઈએ શાળાની શરૂઆતથી જ 19 વર્ષ સુધી ગણિત અને વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરાવ્યો હતો. નોન-ગ્રાન્ટેડ શાળા હોવા છતાં શરૂઆતની મુશ્કેલીઓ વચ્ચે તેમણે નિષ્ઠાપૂર્વક સેવા આપી. વિદાય ભાષણ દરમિયાન તેઓ ભાવુક બની ગયા હતા, જેને જોઈ પરિવારજનો અને વિદ્યાર્થીઓ પણ ભાવવિભોર થયા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ફૂલ વરસાવી અને ભેટ આપી તેમને શ્રદ્ધાપૂર્વક વિદાય આપી. તેમની પત્ની સુરેખાબેન સહિત ઉપસ્થિત સૌએ તેમની સેવાઓને યાદ કરી ભાવપૂર્વક અભિનંદન પાઠવ્યા.

આ વિદાય સમારંભ સરવા હાઈસ્કૂલના આચાર્ય વિનોદભાઈ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં વિવિધ શાળાઓના આચાર્યો, ટ્રસ્ટીઓ, ગ્રામજનો અને શિક્ષકમિત્રો ઉપસ્થિત રહી રમેશભાઈના યોગદાનને બિરદાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande