પાટણના ચંદ્રુમાણામાં નાથબાઈ માતાની રમેલે ભક્તિમય માહોલ સર્જ્યો
પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના દરબારવાસમાં આવેલા શ્રી નાથબાઈ માતાના મંદિરે ચૈત્ર માસ નિમિત્તે ગુરુવારે રાત્રે માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાવડા પરિવારો દ્વારા યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્
ચંદ્રુમાણામાં નાથબાઈ માતાની રમેલે ભક્તિમય માહોલ સર્જ્યો


પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના દરબારવાસમાં આવેલા શ્રી નાથબાઈ માતાના મંદિરે ચૈત્ર માસ નિમિત્તે ગુરુવારે રાત્રે માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાવડા પરિવારો દ્વારા યોજાયેલા આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ-બહેનો અને બાળકો ભક્તિભાવથી હાજર રહી માતાજીની વંદના કરી હતી.

આ પ્રસંગનું મુખ્ય યજમાનપદ નૈનાબા અર્જુનસિંહ રાઠોડે સંભાળ્યું હતું, જે મૂળ ચંદ્રુમાણા ગામના વતની છે અને હાલ રતનપુર ખાતે રહે છે. પ્રસંગ દરમિયાન વિવિધ શક્તિ ઉપાસકો દ્વારા ગાદી પરથી દૈવી શક્તિનું આવાહન કરી સૌને સુખ-શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

આ ધાર્મિક કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ તેમજ રાજસ્થાન અને ગાંધીનગરથી આવેલા મહેમાનો સહિત મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. શ્રી નાથબાઈ માતાના દર્શન કરી સૌએ ધાર્મિક આનંદ અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande