
પોરબંદર, 17 એપ્રિલ (હિ.સ.)પોરબંદરમાં રવિવારે રઘુવંશી કપ ઓપન ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.
રઘુવંશી સમાજના યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર કમિટીના સભ્યો સ્નેહ ચોટાઈ, પીયુષ લાખાણી, યશ દેવાણી, જીતેશ સવજાણી, યોગેશ કોટેચા, રઘુ કોટેચા અને ભાવેશ કોટેચાએ જણાવ્યુ છે કે તા. 19-4ને રવિવારે સવારે 7:30થી સાંજે 6 વાગ્યા સુધી સાન્દીપનિ ગુરુકુળ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રઘુવંશી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.
જેમાં માર્ગદર્શક સંસ્થા અને આગેવાનો પોરબંદર લોહાણા મહાજનના સંજયભાઇ કારીયા અને રાજુભાઇ લાખાણી, પોરબંદર લોહાણા મિત્રમંડળના પરિમલભાઈ ઠકરાર અને નીતેશભાઇ માવાણી, પોરબંદર લોહાણા યુવાશક્તિના મીલનભાઈ કારીયા અને હીરેનભાઇ સામાણી, મહાપરિષદ યુવા સંઘપોરબંદરના રાજભાઈ પોપટ અને હર્ષીલભાઈ મજીઠીયા, મુખ્ય સહયોગી મહેમાન પંકજભાઈ મજીઠીયા છે. યુવા જ્ઞાતિ અગ્રણી ભાજપના પૂર્વ શહેર પ્રમુખ સાગરભાઇ મોદી સહિત લોહાણા મહાપરિષદ યુથ કમીટી સૌરાષ્ટ્ર ઝોન-2 શહેર પ્રમુખ-અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ, રઘુવીર સેના પોરબંદર જિલ્લાના સંગઠનમંત્રી, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ ગોવિંદભાઇ ઠકરારનું માર્ગદર્શન મળી રહ્યુ છે ત્યારે આયોજક કમિટીએ મેચની મજા માણવા માટે નિમંત્રણ પાઠવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya