સુરતમાં ભેસાણ ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી
સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરના હજીરા મેઇન રોડ પર મોડી રાત્રે અચાનક જ એક કારમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. જોકે ત્
સુરતમાં ભેસાણ ચોકડી પાસે ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી મચી


સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : સુરત શહેરના હજીરા મેઇન રોડ પર મોડી રાત્રે અચાનક જ એક કારમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કરી આગને કાબુમાં લીધી હતી. જોકે ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળી ગઈ હતી. જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો હતો.

બનાવની વિગત એવી છે કે હજીરા મેઈન રોડ પર ઈચ્છાપોર ચોકડી તરફ જતા ભેસાણ ચોકડી પાસે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક જીજે.01.આરઝેડ.8068 નંબરની સ્કોડા કાર લઈને સુરેશભાઈ મીર પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ કારમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. ગણતરી મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કાર આગની ઝપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ પોતાની સાથે જ ફાયર બ્રિગેડ કન્ટ્રોલ વિભાગ દ્વારા પાલનપુર ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ઓફિસર ધવલ મોહિતે અને તેમની ટીમે તાત્કાલિક પાણીનો વારો કરી આગને કાબુમાં લીધી હતી. જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે આગમાં કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande