ઓનલાઇન શેર ટ્રેડિંગના નામે સુરતના આધેડ સાથે 21.90 લાખની છેતરપિંડી
સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : સગરામપુરા અનાવીલ શેરીમાં રહેતા 55 વર્ષીય આધેડ સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો છે. ભેજાબાજે તેમને શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે હોવાની લોભામણી સ્ક્રીમ આપી વિશ્વાસમાં લઈ તેમની પાસેથી શેર બજારમાં રોકાણના નામે રૂ. 21
Fraud


સુરત, 17 એપ્રિલ (હિ.સ.) : સગરામપુરા અનાવીલ શેરીમાં રહેતા 55 વર્ષીય આધેડ સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો છે. ભેજાબાજે તેમને શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો થશે હોવાની લોભામણી સ્ક્રીમ આપી વિશ્વાસમાં લઈ તેમની પાસેથી શેર બજારમાં રોકાણના નામે રૂ. 21.90 લાખ પડાવી લીધા હતા.

પોલીસ સુત્રોના જણાવ્ય મુજબ સગરામપુરા,અનાવીલ શેરી, જીલમીલ રેસીડેન્સીમાં રહેતા મોંહમદ અમીન નુરમોંહમદ કુરેશી (ઉ.વ.55)એ ગતરોજ ફરિયાદ નોધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઓક્ટોબર 2025થી મિલન પરીખ નામના વ્યકિતએ ‘જૈનમ ડી-24 માર્કેટ ન્યુઝ ફ્લેસ’ નામે બનાવટી કંપની ઉભી કરી અને વોટ્સએપ ગ્રુપ દ્વારા તેમને જોડ્યા હતા. ત્યારબાદ શેર બજારમાં રોકાણ તથા પ્રી આઈપીઓમાં પૈસા મૂકવાથી મોટો નફો થશે તેવી લોભામણી લાલચ આપી હતી. મોહમદ અમીન કુરેશીને એક એપ્લિકેશનની લિંક મોકલી તેમાં એકાઉન્ટ બનાવડાવ્યું હતું. વિવિધ બહાનાં હેઠળ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ. 21,90,000 જમા કરાવવામાં આવ્યા હતા. ઠગબાજ મિલન પરીખે તેમને વિશ્વાસમાં લેવા માટે એપ્લિકેશનમાં તેમના ખાતામાં રૂ. 2,13,35,639.41નું બેલેન્સ બતાવવામાં આવતું હતું. પરંતુ જ્યારે તેમણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કોઈપણ પ્રકારની એક્સેસ આપવામાં આવી નહોતી. મોહમદ અમીનને ખ્યાલ આવી ગયો કે મિલન પરીખએ જૈનમ નામની બનાવટી કંપની ઉભી કરી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જેથી ગતરોજ ફરિયાદ નોધાવતા અઠવાલાઈન્સ પોલીસે તેમની ફરિયાદને આધારે મિલન પરીખ સહિતના અન્ય આરોપીઓ સામ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande