પાટણમાં હનુમાન જયંતિની ભક્તિમય ઉજવણી
પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરમાં હનુમાન જયંતિના પાવન અવસરે વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરોમાં મારૂતિ યજ્ઞ, સુંદરકાંડ પાઠ, છપ્પનભોગનો અન્નકૂટ અને સુંદર આંગી જેવા ધાર્મિક
પાટણમાં હનુમાન જયંતિની ભક્તિમય ઉજવણી


પાટણમાં હનુમાન જયંતિની ભક્તિમય ઉજવણી


પાટણ, 02 એપ્રિલ (હિ.સ.)પાટણ શહેરમાં હનુમાન જયંતિના પાવન અવસરે વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરોમાં મારૂતિ યજ્ઞ, સુંદરકાંડ પાઠ, છપ્પનભોગનો અન્નકૂટ અને સુંદર આંગી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના સુભગ સંયોગે અઘોરી બાવાના અખાડા ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી. અહીં દાદાને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યો અને ફૂલોની આંગીથી મંદિર શોભાયમાન બન્યું. સુંદરકાંડના પઠનમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

શહેરના અન્ય મંદિરો જેમ કે રંગીલા, ભીડભંજન, છબીલા, બળીયા, કલ્યાણ મારૂતિ, બાલા અને ગુણવંતા હનુમાન મંદિરોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. તમામ સ્થળોએ ભક્તોની ભારે ભીડ જોવા મળી અને ભક્તોએ દર્શન તથા પ્રસાદનો લાભ લીધો.

શ્રી બાલા હનુમાન મંદિરમાં વિશેષ પૂજા, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું. બપોરે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફર્યા બાદ મંદિરે પરત ફરી. રાત્રે સુંદરકાંડ પાઠ સાથે દિવસભર ભક્તિભાવપૂર્ણ ઉજવણી પૂર્ણ થઈ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande